Sunday, 5 April 2020

વહાલી દીકરી યોજના આવક મર્યાદા

આ યોજના હેઠળ ૨જી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કે  ત્યાર પછી જન્મ લેનાર દિકરીને પહેલા ધોરણમાં એડમિશન વખતે  રૂ.૪૦૦૦ અને નવા ધોરણમાં પ્રવેશ વેળાએ રૂ.૬૦૦૦ની સહાય આપશે.  જ્યારે દિકરી ૧૮ વર્ષની થશે ત્યારે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય રૂપે  રૂ.૧,૦૦,૦૦૦ની સહાય મળશે.

યોજનાના અમલ માટે આંગણવાડી, સીપીડીઓ કચેરી, ગ્રામ  પંચાયત અને મહિલા બાળ અધિકારીઓની કચેરીઓમાંથી ફોર્મ  વિતરણ પણ શરૂ થઈ ગયુ છે. જેમાં જણાવેલી શરતો મુજબ  માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હશે તો જ લાભ મળશે. ૧૮  વર્ષની ઉંમર પહેલા દિકરીના મૃત્યુના કિસ્સામાં દંપતીને કોઈ  સહાય આપવામાં આવશે નહી.